ReadGujarati.com



« | »

જીવ તારું જીવતર નાનું – પ્રજ્ઞા પટેલ

જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી
માથે ધોળા વાળ, તને લાગે કુંપળ તાજી.
આવડે તો આનંદે ગાવું, નહીંતર રહેવું ચૂપ
મનની મસ્તીનો મેળો, એવો કરવો ધૂપ.

જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી…

શાને કરતો દોડાદોડી, કોને કરતો રાજી
વાટ જોઈને ઊભું છે, જગ બનવા કાજી
ફાવે તો ફરવું, નહીંતર ઊભા રહેવું.
મેલી જળની માયા, ભીતર ભીના વહેવું.

જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી…

હસવું-રોવું, લેવું-ખોવું બેધારી બાજી
હૈયાને હોંકારે હાંકજે હોડી, ખુદ બની માઝી.

જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી….

Posted by mrugesh78 on January 23, 2010.

Tags:

Categories: કાવ્ય અને પદ્યસાહિત્ય

7 Responses

  1. love is to good fileeng……..

    by poonam on Jan 23, 2010 at 4:39 pm

  2. બહુ સુંદર વાત.

    by અતુલ જાની (આગંતુક) on Jan 23, 2010 at 5:23 pm

  3. આવડે તો આનંદે ગાવું, નહીંતર રહેવું ચૂપ
    મનની મસ્તીનો મેળો, એવો કરવો ધૂપ.

    સરસ અભિવ્યક્તિ.

    by Kirtikant Purohit on Jan 23, 2010 at 8:48 pm

  4. આવડૅ તો આન્દે રેવુ નાહિ તર રેવુ ચુપ ઘનુ જ સરસ

    by dr sudhakar hathi on Jan 24, 2010 at 10:54 am

  5. સુઁદર રચના. “આવડે તો આનઁદે ગાવુઁ, નહીંતર રહેવુઁ ચૂપ” સ્પર્શી ગયું. જગત કાજી થવા તત્પર છે ત્યારે આવી સુંદર શીખ આપવા બદલ બહેન પ્રજ્ઞાબેનને અભિનંદન. વધુ ને વધુ આ પાને શબ્દદેહે મળાય તેવી અભ્યર્થના સાથે – ગગુભા રાજ.

    by Gagubha Raj on Jan 25, 2010 at 3:19 pm

  6. હૈયાને હોકારે… કડી ખૂબ જ ગમી.

    by gopal parekh on Jan 25, 2010 at 3:45 pm

  7. ખુબ જ સરસ ફિલોસોફિ

    by sudesh amin on Apr 28, 2010 at 4:38 pm

Leave a Reply

 

« | »



નવા લેખો