ReadGujarati.com



« | »

કહો, કોની પરવા ? – સુરેશ દલાલ

શરીર સાબૂત હોય
કે સાબૂત ન પણ હોય
પણ મન આ મજબૂત હોય
તો ડરવાનું શું ને પછી કોની પરવા ?
જીવવાનું હોય
યા મરવાનું હોય
તો ડરવાનું શું ને પછી કોને પરવા ?

તનના તંબુમાં
મરણનો આરબ
એનો ઊંટ સાથે હોય
પણ આપણા આ હોઠ સામે
અમરતના ઘૂંટ હોય
આનંદ લખલૂંટ હોય
પછી કોને પરવા ને કોની પરવા ?

આપણે તો મરજી-વા
ડૂબવા નીકળ્યા
ને જળની કેડી પર નીકળ્યા ફરવા
હવે કોને પરવા ને કોની પરવા ?

રોજ રોજ ડૂબવાનું
રોજ રોજ તરવાનું
રોજ રોજ ઊગવાનું
ને આપણે આથમવાનું:
ફરી પાછું ઊગવાનું:
કાંઈ નહીં પૂછવાનું:
સ્મિત નહીં લૂછવાનું:
કહો, કોને પરવા ?
કહો, કોની પરવા ?

Posted by mrugesh78 on January 31, 2010.

Tags:

Categories: કાવ્ય અને પદ્યસાહિત્ય

2 Responses

  1. આ પ્રાસની રમતને કવિતા કહેવાય?

    by VK on Jan 31, 2010 at 7:50 pm

  2. લાગે છે કે કોઇ ફ્લોપ હિન્દિ ફિલ્મ નું ગીત હોય…. બસ અંત્યાનુપ્રાસ બેસાડિ દિઘો છે….

    by Chirag on Feb 4, 2010 at 4:37 am

Leave a Reply

 

« | »



નવા લેખો