ReadGujarati.com



« | »

બા – દિલીપ જોશી

[‘પરબ’ સામાયિક માર્ચ-2010માંથી સાભાર.]

બા ! મને પ્હેલાં કરતી’તી એવું વ્હાલ કર….
હળુહળુ મમતાળો હાથ મૂક માથા પર
………..કિલ્લોલે આખુંયે ઘર….

પહેલાંની જેમ ફરી, હોંશીલી છોળ ભરી
………..ઝાંખ હવે ઝરમર વરસાદ
ઝળઝળિયા આંજેલી આંખોમાં તગતગતી
………..કાયમની મારી ફરિયાદ
બા ! મને ગમતું નથી રે ક્યાંય તારા વગર….

રજાઓમાં આવતો હું, ત્યારે પીરસતી તું
………..થાળીમાં આખો સંસાર !
આજે કાં દેહ તારો ચેતન વિહોણો ને
………..ધબકે છે કેવળ સંચાર !
બા ! જરા પડખું ફેરવ તો બને સહુનો અવસર !….

Posted by mrugesh78 on July 18, 2010.

Tags:

Categories: કાવ્ય અને પદ્યસાહિત્ય

11 Responses

  1. “બા” અતિ ઉત્તમ. બહુ હ સરસ શબ્દો વાપરીને દિલને જિતિ લિધુ.
    બા ! મને ગમતું નથી રે ક્યાંય તારા વગર…. – મારા દિલ ને વાત કહિ હોય એવુ લાગે ચે.

    by Jigna on Jul 18, 2010 at 9:53 am

  2. બા વિશેની વાત હ્રદયને ન સ્પર્શે તો જ નવાઈ.

    ખૂબ સરસ.
    નયન

    by nayan panchal on Jul 18, 2010 at 8:31 pm

  3. ખરેખર “મા” વગરનો સંસાર સાવ મોળો લાગે..

    “રજાઓમાં આવતો હું, ત્યારે પીરસતી તું
    ………..થાળીમાં આખો સંસાર !
    આજે કાં દેહ તારો ચેતન વિહોણો ને
    ………..ધબકે છે કેવળ સંચાર !
    બા ! જરા પડખું ફેરવ તો બને સહુનો અવસર !….”

    by Hiral Vyas "Vasantiful" on Jul 19, 2010 at 9:44 am

  4. “રજાઓમાં આવતો હું, ત્યારે પીરસતી તું
    ………..થાળીમાં આખો સંસાર !”

    મને પણ થાળીમાં આખા સંસાર ને જોવાનો લાભ મળ્યો છે.

    by dhiraj on Jul 19, 2010 at 12:39 pm

  5. મા, માતા, મમ્મી, આઈ, બા, અમ્મા…………..કોઈપણ નામે બોલાવો, માનો મહિમા અપરંમપાર છે. મા ને માટે કેટકેટલી કવિતાઓ, ગઝલ અને કથાઓ લખાય ગઈ પણ જેટલીવાર મા ની ઉપર કોઈ પણ લેખ, ગઝલ કે કવિતા વાંચવા મા આવે ને દિલ ગદગદ થઈ જાય.
    ધર મા ની હાજરી વગર ઘર નથી લાગતુ પણ એ હકિકત મા ની હયાતિ મા કોઈને નથી સમજાતી પણ તેના ગયા પછી તેનો મહિમા સમજાય છે પણ અફસોસ ત્યારે ધણુ મોડુ થઈ ગયુ હોય છે.
    પહેલા જ્યારે રડવુ આવતુ ત્યારે મા યાદ આવતી….
    હવે જ્યારે મા યાદ આવે ત્યારે રડવુ આવે છે.

    by trupti on Jul 19, 2010 at 2:50 pm

  6. પોતાનાં સંતાન માટે જગતભરનાં કષ્ટો સહન કરતી મમતામયી ”મા”ની સર્વોપરિતાને કોઈ આંબી શકે તેમ નથી.
    પણ
    પોતાના માની લીધેલા સુખ ખાતર સંતાનને તરછોડી જતી ”મા” માટે શું કહેવું?

    by Pravin V. Patel [USA] on Jul 20, 2010 at 2:23 am

  7. બા ! મને ગમતું નથી રે ક્યાંય તારા વગર
    બા તારા વગર સુનુ લાગે ઘર

    ઘનશ્યામ વઘાસિયા

    by ghanshyam on Jul 20, 2010 at 4:15 pm

  8. જેમ આપણે કહિયે કે હરિ તારા હજાર નામ તેવિ જ રિતે મા ને પણ આપણે ગમે તે નામે બોલાવિએ પણ તેમા રહેલો પ્રેમ તો છલકાય જ.

    “રજાઓમાં આવતો હું, ત્યારે પીરસતી તું
    ………..થાળીમાં આખો સંસાર !”

    આ પન્ક્તિ જેને અનુભવિ હશે તે વધુ સારિ રિતે સમજિ શકે…

    by Ravie on Jul 28, 2010 at 4:00 pm

  9. Appreciate the way Trupti has shared her feedback:

    પહેલા જ્યારે રડવુ આવતુ ત્યારે મા યાદ આવતી….
    હવે જ્યારે મા યાદ આવે ત્યારે રડવુ આવે છે.

    by Nilesh on Jul 28, 2010 at 4:38 pm

  10. Heart touching…

    Ashish Dave

    by Ashish Dave, Sunnyvale, California on Jul 30, 2010 at 2:24 am

  11. દિલીપભાઈ જોષી ની આ રચના ખુબજ હ્રદયસ્પર્શી રહી, વાચી આખો ભરાઈ ગઈ. બા ના ગયા પછી એના અહેસાસ ને કેમ ભુલી શકાઈ. અને એ પણ એવી મા જેનુ હ્રદય પરદેશ મા વસતી દિકરી ને જખતુ હોઈ અને અન્તિમ સમય મા દિકરી બા પાસે ન હોઈ.
    તમારી કવિતા એ ફરી માના વિરહ ની વેદના જાગ્રત કરી દીધી.
    મા, તારો અવાજ સાભડવા ને તરસી છુ
    ક્યારેક તો કહી દે હેલો—————–
    રક્ષા,
    કેનેડા

    by raxa patel on Aug 9, 2010 at 9:51 am

Leave a Reply

 

« | »



નવા લેખો