ReadGujarati.com



« | »

સચ કા સામના – રિષભ મહેતા

[‘નવનીત સમર્પણ’ મે-2010માંથી સાભાર.]

ઊભા છો આપ કે અટકી ગયા છો ? લો, જવાબ આપો.
હજી નીકળ્યા જ કે પહોંચી ગયા છો ? લો, જવાબ આપો.

નથી સમજી શકાતું ખુશનુમા ચહેરો નિહાળીને
હસ્યા કે આપ આંસુ પી ગયા છો ? લો, જવાબ આપો.

હજી ગઈ કાલ સુધી ફૂલને ઓળખતા પણ નો’તા
અચાનક આજ કાં મહેકી ગયા છો ? લો, જવાબ આપો.

તમે ખીલી શક્યા છો, માત્ર એક શરૂઆત છે આ તો,
કઈ વાતે તમે બહેકી ગયા છો ? લો, જવાબ આપો.

જુએ છે બાગ તમને આજ પણ શંકાભરી નજરે,
હતા નિર્દોષ કે છટકી ગયા છો ? લો, જવાબ આપો.

તમે માણસ બન્યા એવી અહીં ઊડતી ખબર આવી
તમે કોનાથી આખર બી ગયા છો ? લો, જવાબ આપો.

યહાં હર રોજ કરતા હૈ સૂરજ ભી સામના સચ કા-
થતાં સંધ્યા જ ક્યાં ડૂબી ગયા છો ? લો, જવાબ આપો.

Posted by mrugesh78 on July 18, 2010.

Tags:

Categories: ગઝલ

7 Responses

  1. “તમે માણસ બન્યા એવી અહીં ઊડતી ખબર આવી
    તમે કોનાથી આખર બી ગયા છો ? લો, જવાબ આપો”

    વાહ…..વાહ…!!!!

    by જગત દવે on Jul 18, 2010 at 10:27 am

  2. ખુબજ સરસ કાવ્ય….

    by Rachana on Jul 18, 2010 at 10:37 am

  3. તમે ખીલી શક્યા છો, માત્ર એક શરૂઆત છે આ તો,
    કઈ વાતે તમે બહેકી ગયા છો ? લો, જવાબ આપો.

    તમે માણસ બન્યા એવી અહીં ઊડતી ખબર આવી
    તમે કોનાથી આખર બી ગયા છો ? લો, જવાબ આપો.

    હર કોઈને ઢંઢોળી મૂકે તેવી શાનદાર ગઝલ.

    by રાજેશ જોશી 'આરઝુ' on Jul 18, 2010 at 10:40 am

  4. કેવી રીતે રચો છો તમે આટલી સુંદર ગઝલ? લો, જવાબ આપો.

    નયન

    by nayan panchal on Jul 18, 2010 at 8:23 pm

  5. “યહાં હર રોજ કરતા હૈ સૂરજ ભી સામના સચ કા-
    થતાં સંધ્યા જ ક્યાં ડૂબી ગયા છો ? લો, જવાબ આપો”
    પહેલી પંક્તિ હિન્દી અને પછી ની ગુજરાતી .. લો, જવાબ આપો

    by dhiraj on Jul 19, 2010 at 12:42 pm

  6. ઝૂમી રહ્યાં છે સૌ આપના શબ્દ તરંગોથી.
    કોણ છે પ્રેરણા આપની? લો, જવાબ આપો.

    by Pravin V. Patel [USA] on Jul 20, 2010 at 2:00 am

  7. ખુબ જ સરસ કાવ્ય છે

    by PAYAL SONI on Jul 20, 2010 at 6:29 pm

Leave a Reply

 

« | »



નવા લેખો