ReadGujarati.com



« | »

જાગ ! – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

જાગ રે જાગ મુસાફર વ્હેલો :
…………. રાત સિધાવે, દિન જો આવે
…………. દરવાજે તુજ હજી દીધેલો !

ધરતીનાં સપનાં શું જુવે ?
…………. તરુણ અરુણ ત્યાં વ્હોમે ચૂવે !
રખે સૂરજનો દેશ તું ખૂવે-
…………. રખે રહે તું તિમિર-ડૂબેલો !

ચાલ ધરાનાં બંધન તોડી,
…………. સુખદુઃખની કંથા લે ઓઢી,
સત્વર તારી છોડીને હોડી-
…………. સંઘ ગયો તું રહ્યો એકલો !

પ્રાચીનાં નયનો જો ખૂલે,
…………. પરિમલ સૂતા જાગે ફૂલે;
જાહ્નવી જગની જોને ઝૂલે
…………. પનઘટ પર જામ્યો છે મેળો !
…………. જાગ રે જાગ મુસાફર ! વ્હેલો !

Posted by mrugesh78 on July 25, 2010.

Tags:

Categories: કાવ્ય અને પદ્યસાહિત્ય

2 Responses

  1. hello,

    Really It’s very intersting Poems.

    by Divyesh on Jul 26, 2010 at 8:47 pm

  2. આ ગીત સી એન વિદ્યાલયના પ્રાર્થનામન્દિરમા ગવાતુ – prarthnamandir.wordrepss.com વેબ સાઇટ પર સામ્ભળવા મળશે

    by Kumi on Aug 21, 2010 at 1:24 am

Leave a Reply

 

« | »



નવા લેખો