ReadGujarati.com



« | »

ખો-ખો – રાજ બ્રહ્મભટ્ટ

[‘સંપર્ક’ સામાયિક (કલોલ)માંથી સાભાર.]

સૂર્યએ આપી ચંદ્રને
ખો. અને કહ્યું :
નથી ઉગતી માનવતા
ભાઈ ! મારા તાપથી !
માટે, તારી શીતળતા
અજમાવી જો….
સવાર પડીને ચંદ્ર
બોલ્યો :
શીતળતાથી તો
સૂઈ ગયા લોકો….
હવે આ તો કામ છે
જગાડવાનું…….
માટે ફરી તમને આપું
ખો…
સૂર્ય બોલ્યો : છોડ, ભાઈ
આ માનવતાની વાત,
આપણે તો રમતા રહીએ ખો…ખો….
કોણ જાણે… ક્યારે….
રમત-રમતમાં
જાગી જાય આ
લોકો….!

Posted by mrugesh78 on July 25, 2010.

Tags:

Categories: કાવ્ય અને પદ્યસાહિત્ય

3 Responses

  1. બહુજ સુંદર…ઃ-)

    by Jigar Shah on Jul 25, 2010 at 11:01 am

  2. good one

    by harikrishna patel on Jul 26, 2010 at 10:45 am

  3. અદભૂત

    by dhiraj on Jul 26, 2010 at 10:56 am

Leave a Reply

 

« | »



નવા લેખો